'બેટી બચાવો-બેટી પઢાવો' અને મહિલા સશક્તિકરણનો સંદેશ લઈ સી.આર.પી.એફના મહિલા બાઇકર્સ ની ત્રણ ટુકડીમાંથી એક ટુકડી આજે નવસારી તાલુકાના એમ.એન.વિદ્યા સંકુલ ખડસુપા ખાતે આવી પહોંચતા જિલ્લા પંચાયત પ્રમુખ તથા નવસારીના ધારસભ્યના હસ્તે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નવસારી મહિલા અને બાળ વિભાગ દ્વારા મહિલા બાઇકર્સના પરંપરાગત લોકનૃત્ય દ્વારા સ્વાગત કરી સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન પણ કરાયુ હતું. ઉલ્લેખનીય છે કે, ૧૫૦ જેટલા મહિલા સી.આર.પી.એફ બાઈકર્સે ૭૫ રોયલ એનફિલ્ડ બાઈક લઈ ૩ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ૩ ટુકડીમાં ક્રોસ કંટ્ર્ર્ર્રી રેલીની શરૂઆત ઉત્તરથી શ્રીનગર ,પૂર્વીય વિસ્તારથી શિલોંગ અને દક્ષિણથી કન્યાકુમારી ખાતેથી "યશસ્વીની" ગ્રુપ નામે 'બેટી બચાવો-બેટી પઢાવો' અંતર્ગત બાઈક રેલી અભિયાનની શરૂઆત કરી હતી.
આ અભિયાનની એક ટીમ કન્યાકુમારીથી 7 રાજ્યો પસાર કરી આજે નવસારીના આંગણે આવી પહોંચી હતી. મહિલા બાઈકર્સની ટીમ ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ કેવડિયા કોલોની, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગુજરાત ખાતે સંપન્ન થશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ યશસ્વીની મહિલા બાઈકર ટીમના તમામ મહિલાની શક્તિ અને સાહસને બિરદાવી સફરમાં લાખો મહિલાઓને પ્રેરણા આપવા માટે વિશેષ અભિનંદન આપ્યા હતા. નિર્ધારિત રૂટ અનુસાર નવસારીથી સુરત જનાર સી.આર.પી.એફની મહિલા બાઇકર્સ ટીમ "યશસ્વીની"ને જિલ્લા પંચાયત પ્રમુખ તથા મહાનુભવોએ આગળના રૂટ માટે પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે મહિલા બાઇકર્સ નવસારી ખાતે પહોંચતા જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ , એમ.એન.વિદ્યાલયના શિક્ષકો અને મોટી સંખ્યામાં બાળાઓ હાજર રહી " સી.આર.પી.એફના ડેપ્યુટી કમાંડર, આસિસ્ટન્ટ કમાન્ડર તથા યશસ્વીની" મહિલા બાઇકર્સને સમગ્ર ટીમને આવકાર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500